ગુજરાતી ફરાળી રેસિપી | ફરાળ રેસિપી | ગુજરાતી ફરાળી રેસિપી | Gujarati faral recipes in Gujarati |
ગુજરાતી ફરાળી રેસિપી | ફરાળ રેસિપી | ગુજરાતી ફરાળી રેસિપી | Gujarati faral recipes in Gujarati |
ફરાલ ફૂડ એ મૂળભૂત રીતે ખોરાક છે જે ઉપવાસના દિવસોમાં માન્ય છે. આ ગુજરાતી ફરલ ખાદ્યપદાર્થો સામાન્ય રીતે ઉર્જાથી ભરપૂર હોય છે, જે બટાકા, મગફળી, સાબુદાણા અને લોટ જેવા ઘટકો સાથે અને વ્યક્તિગત પસંદગીના આધારે હળદર પાવડર અને અનાજ જેવા ઘટકોનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવે છે. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન મીઠું અને ચોખાનું સેવન પણ કરતા નથી.
આ વિભાગમાં પરંપરાગત ગુજરાતી ફરાળી ખોરાક તેમજ નિયમિત વાનગીઓમાં અમુક ઘટકો અને રસોઈ પદ્ધતિઓને બદલીને બનાવવામાં આવેલી કેટલીક નવીન વાનગીઓનો સમાવેશ થાય છે.
પરંપરાગત ગુજરાતી ફરાળી ભોજન | Traditional Gujarati faraali foods |
1. સાબુદાણા વડા | આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.
2. સાબુદાણાની ખીચડી રેસીપી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images.
ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી ગણાય છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ પ્રથમ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. સાબુદાણાની ચવળ બનાવટ અને સ્ટાર્ચી સ્વાદ, હલ્કો ભૂક્કો કરેલી મગફળીનો સ્વાદ સાથે સરસ સંયોજન બનાવે છે અને લીંબુનો રસ મેળવવાથી તેના સ્વાદમાં સમતુલા જળવાઇ રહેવાથી આ ખીચડી લોકોને ગમી જાય એવી બને છે.
3. કંદ-આલૂ પકોડા | કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે.
4. સક્કરકંદનો હલવો | આ એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ.
રાયતા ફરાળી ખોરાક | raita farali foods in Gujarati |
1. સૂરણનું રાઈતું | કાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.
2. કેરીનું રાઈતું | આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ કેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે.
અમારી અન્ય ગુજરાતી વાનગીઓ અજમાવો ...
ફરસાણ રેસીપી, ગુજરાતી ફરસાણ રેસીપી : Gujarati Farsan Recipes in Gujarati
ખીચડી રેસીપી,ગુજરાતી ખીચડી રેસીપી : Khichdi Recipes in Gujarati
મીઠાઈ રેસિપિસ, ગુજરાતી મીષ્ટાની રેસિપિસ : Gujarati Mithai Recipes in Gujarati
સબ્જીની વાનગીઓ ગુજરાતી સબ્જી : Gujarati Sabzi Recipes in Gujarati
હેપી પાકકળા!