મેનુ

You are here: હોમમા> મોહનથાળ રેસીપી

મોહનથાળ રેસીપી

Viewed: 8744 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images.

મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલા બેસન અને સાકરના સમૃદ્ધ સ્વાદ સાથે મોંમાં ઓગળે છે.

ગુલાબજળ, ઈલાયચી અને કેસર જેવા મસાલાઓ મીઠો મોહક સ્વાદ અને મોહક સુગંધ આપે છે, જ્યારે બદામની કાતરી મોહનથાળને વધુ સમૃદ્ધ બનાવે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં લોકપ્રિય, આ મોહનથાળ મીઠાઈ તહેવારોની મોસમનો એક ભાગ છે. અમે આ પરંપરાગત ગુજરાતી મોહનથાળ રેસીપી માટે નિયમિત બેસનનો ઉપયોગ કર્યો છે, જે મેળવવામાં સરળ છે.

Preparation Time

10 Mins

Cooking Time

23 Mins

Total Time

33 Mins

Makes

40 ટુકડા

સામગ્રી

મોહનથાળ માટે

વિધિ
ઉપયોગી સલાહ:
  1. સ્ટેપ નંબર ૧૩ પર, ૩ ટેબલસ્પૂન દૂધ માત્ર ત્યારે જ ઉમેરવું જોઈએ જો મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું હોય અને થાળીમાં રેડવા જેટલું સરળ ન હોય.
  2. જ્યારે ઓરડાના તાપમાને એર-ટાઈટ કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે ત્યારે મોહનથાળ ૧૦ દિવસ સુધી તાજો રહે છે.
મોહનથાળ બનાવવા માટે
  1. મોહનથાળ બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧/૨ ટીસ્પૂન ગરમ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  2. એક ઊંડા બાઉલમાં બેસન, ૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી અને ૩ ટેબલસ્પૂન દૂધ ભેગું કરો અને તમારી આંગળીના ટેરવે જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
  3. મિશ્રણને સરખું કરવા માટે તેને હળવા હાથે દબાવો. ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  4. ગઠ્ઠાને તમારી આંગળીના ટેરવે હળવા હાથે તોડી લો અને મોટા છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ કરીને તેને ચાળી લો. બાજુ પર રાખો.
  5. પીત્તળના વાસણમાં ઘી ને ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી ગરમ કરો.
  6. તેમાં ચાળેલા ચણાના લોટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી અથવા મિશ્રણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધો.
  7. ગેસ પરથી ઉતારી લો અને ૧૫ મિનિટ માટે ઠંડુ થવા એક બાજુ રાખી દો.
  8. દરમિયાન, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં સાકર અને ૧ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, સતત હલાવતા રહીને ૨ મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
  9. તાપને એકદમ ધીમો કરો, જ્યારે તે ઉકળે ત્યારે તેમાં ૨ ટીસ્પૂન દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પછી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. સાકરના મિશ્રણ પર તરે છે તે ગંદકી દૂર કરો અને તેને કાઢી નાખો.
  10. ગેસના તાપને નીચી કરો અને ૭ મિનિટ સુધી રાંધો, અથવા જ્યાં સુધી ચાસણી ૧. ૫ થ્રેડ સુસંગતતાની ન થાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
  11. ગુલાબજળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
  12. એલચીનો પાવડર, કેસર-પાણીનું મિશ્રણ અને તૈયાર કરેલ સાકરની ચાસણીને ઠંડા કરેલા ચણાના લોટના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરો અને લગભગ ૩ થી ૪ મિનિટ, સતત હલાવતા રહો અથવા જ્યાં સુધી મિશ્રણ ઠંડુ ન થાય ત્યાં સુધી હલાવતા રહો.
  13. બાકીનું ૩ ટેબલસ્પૂન દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, ઉપયોગી સલાહનો સંદર્ભ લો.
  14. ૨૦૦ મીમી (૮”) વ્યાસની થાળીને તેલ વડે ગ્રીસ કરો. તેમાં મિશ્રણ રેડો અને સપાટ તવેથાનો ઉપયોગ કરીને સરખી રીતે ફેલાવો.
  15. મોહનથાળ પર પિસ્તા અને બદામની કાતરી સરખી રીતે છાંટો અને તેને હળવા હાથે થપથપાવો.
  16. તેને ૧ થી ૨ કલાક માટે સંપૂર્ણપણે ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  17. મોહનથાળને સમાન કદના ટુકડાઓમાં કાપીને પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ