સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો - Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe


દ્વારા


Added to 59 cookbooks   This recipe has been viewed 6892 times

આ એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ.

Add your private note

સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો - Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe in Gujarti

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૫ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૨ કપ બાફી , છોલીને છૂંદેલો સક્કરકંદ
થોડી કેસરના રેસા
૧ ટેબલસ્પૂન હુંફાળુ દૂધ
૧ ટીસ્પૂન ઘી
૩/૪ કપ દૂધ
૧/૨ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૨ ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો
વિધિ
    Method
  1. એક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકો ન બને અને નરમ રહે ત્યાં સુધી તે રીતે સતત હલાવતા રહી રાંધી લો.
  4. પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. તરત જ પીરસો.


RECIPE SOURCE : Faraal Recipes-GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews