You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી
કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી

Tarla Dalal
02 January, 2025
-17124.webp)

Table of Content
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે.
અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ ખમણેલા બટાટા
1 ટેબલસ્પૂન આરારૂટનો લોટ
2 ટીસ્પૂન શેકીને પાવડર કરેલી મગફળી
2 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
- પકોડાને તળતી વખતે તેલમાં ડૂબાડયા પછી વારે ઘડીએ ન હલાવો, નહીંતર પકોડા તેલમાં છૂટી જશે.