You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > સાબુદાણા વડા રેસીપી
સાબુદાણા વડા રેસીપી

Tarla Dalal
02 January, 2025
-17013.webp)

Table of Content
સાબુદાણા વડા રેસીપી | મહારાષ્ટ્રીયન સાબુદાણા વડા | ક્રિસ્પી સાબુદાણા વડા | નવરાત્રી વ્રત માટે સાબુદાણા ના વડા | upvas sabudana vada recipe in Gujarati | with with 39 amazing images.
ક્રિસ્પી સાબુદાણા વડા, આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.
સાબુદાણાની ખીચડી પણ અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને ઉપવાસ જરૂર અજમાવા જેવી છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
8 વડા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સાબૂદાણા (sago (sabudana)
1 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
1/3 કપ શેકીને ભૂક્કો કરેલી મગફળી
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન ખમણેલું આદુ (grated ginger, adrak)
1 1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice) , મરજિયાત
સાકર (sugar) , મરજિયાત
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
દહીં (curd, dahi) ૩ ટેબલસ્પૂન
વિધિ
- સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.
- તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો.
- લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.