You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સૂકા નાસ્તા > બેક્ડ નાચનીની સેવ ની રેસીપી
બેક્ડ નાચનીની સેવ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા વિચાર પછી જમણમાં તેનો ઉપયોગ જુદી રીતે કેમ કરવો તે રજૂ કર્યું છે. જીભને સ્વાદિષ્ટ લાગે તથા લોહતત્વના લીધે એનેમિયાને દૂર રાખે એવી છે આ બેક્ડ નાચની સેવની વાનગી.
નાચનીની નરમ કણિકમાં મસાલા પાવડર, લીંબુનો રસ વગેરે મેળવીને સેવ બનાવવાના સંચા વડે તૈયાર થતી આ સેવ ફક્ત અડધા કલાકમાં બેક કરી શકાય છે. આ મજેદાર સેવને હવાબંધ બરણીમાં ભરીને જ્યારે સાંજના નાસ્તામાં કંઇક ખાવાની ઇચ્છા થાય ત્યારે ખાઇને આનંદ માણો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
1 કપ રાગીનો લોટ (ragi (nachni ) flour)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/4 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ગોળ નળાકારમાં વાળી સેવ બનાવવાના સાધનમાં મૂકીને બહારથી દબાવીને તેલ ચોપડેલી બેકીંગ ટ્રે પર ઝીણી સેવ બનાવીને મૂકો.
- હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે) તાપમાન પર આ ટ્રે મૂકી ૨૦ મિનિટ સુધી બેક કરી લો. પહેલી ૭ મિનિટ પછી સેવને ઉથલાવી લો. તે પછી દરેક ૩ મિનિટના અંતરે ઉથલાતા રહી સેવના ટુકડા કરતા રહી બેક કરી લો.
- સેવને ઠંડી પાડી હવા બંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.