You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભારતીય દાળ અને કઢી રેસીપી > પંચમેળ દાળ
પંચમેળ દાળ

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ દાળ એક મજેદાર અને ઉગ્ર ખુશ્બુ આપે છે. તે ઉપરાંત આ પંચમેળ દાળમાં આમચૂર પાવડર અને આમલીના પલ્પનો ઉમેરો તેને એક અદભૂત વાનગી બનાવે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
5 ટેબલસ્પૂન તુવેરની દાળ (toovar dal, arhar) , ધોઇને નીતારેલી
5 ટેબલસ્પૂન ચણાની દાળ (chana dal) , ધોઇને નીતારેલી
5 ટેબલસ્પૂન લીલી મગની દાળ (green moong dal) , ધોઇને નીતારેલી
1 ટેબલસ્પૂન અડદની દાળ (urad dal) , ધોઇને નીતારેલી
1 ટેબલસ્પૂન લીલી મગની દાળ (green moong dal) , ધોઇને નીતારેલા
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
2 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
1 ટેબલસ્પૂન આમલીનો પલ્પ (tamarind pulp)
મિક્સ કરીને મસાલાનું પાણી તૈયાર કરવા માટે
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/2 ટીસ્પૂન સિમલા મરચો
3 ટેબલસ્પૂન પાણી (water)
પીરસવા માટે
વિધિ
- એક પ્રેશર કુકરમાં બધી દાળ, ૪ કપ પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી કુકરની ૩ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, જીરૂ, હીંગ અને લીલા મરચાં મેળવી લો.
- જ્યારે જીરાના દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તૈયાર કરેલું મસાલા મેળવેલું પાણી ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બાફેલી દાળ, આમચૂર પાવડર, આમલીનું પાણી અને થોડું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- નાન અથવા પરોઠા સાથે તરત જ પીરસો.