મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મેન કોર્સ રેસીપી >  ભારતીય દાળ અને કઢી રેસીપી >  ખાનદેશી દાળ ની રેસીપી

ખાનદેશી દાળ ની રેસીપી

Viewed: 4561 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Khandeshi Dal - Read in English

Table of Content

ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી અને મોજથી માણો.

Preparation Time

10 Mins

Cooking Time

20 Mins

Total Time

30 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

ખાનદેશી દાળ માટે

ખાનદેશી દાળ ના મસાલા પાવડર માટે

વધાર માટે

સજાવવા માટે

વિધિ
આગળની રીત
  1. તૈયાર કરેલો મસાલા પાવડરનો અડધો ભાગ દાળમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી બાજૂ પર રાખો.
ખાનદેશી દાળ માટે
  1. બધી દાળને સાફ કરીને ધોઈને ૨ ક્લાક પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. બધી દાળને પ્રેશર કુકરના વાસણમાં ભેગી કરી તેમાં ૨ કપ પાણી, મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી કુકરની ૨ સીટી સુધી બાફી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  4. આ દાળને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
મસાલા પાવડર તૈયાર કરવા માટે
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં નાળિયેર અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં લાલ મરચાં, ધાણા પાવડર, લવિંગ, એલચી, તજ અને મરી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
  5. એક વખત તે સંપૂંર્ણ ઠંડું થઈ જાય, તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી બાજુ પર રાખો.
વધાર માટે
  1. એક નાની નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લાલ મરચો અને તમાલ પત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. આ વધારને તૈયાર કરેલી દાળના બાઉલમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ