You are here: હોમમા> સુવા મસૂર દાળ રેસીપી
સુવા મસૂર દાળ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સુવા મસૂર દાળ રેસીપી | મસૂર દાળ | હેલ્ધી મસૂર સુવા દાળ | ઝીરો ઓઇલ દાળ રેસીપી | suva masoor dal recipe in gujarati | with 30 amazing images.
દાળ આદર્શ આરામદાયક આહાર છે. તે પેટને સંતૃપ્ત કરે છે અને સાથે સાથે તમને પૂરતું પોષણ પણ આપે છે. દાળ પ્રેમીઓ માટે સુવા મસૂર દાળ એક સાચો ટ્રીટ છે. સુવા મસૂર દાળ રેસીપી | મસૂર દાળ | હેલ્ધી મસૂર સુવા દાળ | ઝીરો ઓઇલ દાળ રેસીપી | suva masoor dal recipe in gujarati | બનાવવાની રીત શીખો.
સૌથી સારી વાત એ છે કે હેલ્ધી મસૂર સુવા દાળ રેસીપીમાં જરા પણ તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેથી તમે વધારાની કેલરીની ચિંતા કર્યા વિના તેનો આનંદ માણી શકો છો. તે જ સમયે, તમને પ્રોટીન, વિટામિન એ, આયર્ન, ફોલિક એસિડ અને ઝીંકનો સારો ડોઝ મળે છે.
સુવા મસૂર દાળ બનાવવા માટેની ટિપ્સઃ ૧. આ દાળ બનાવવા માટે તમે મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. ૨. તમે તમારા સ્વાદ અનુસાર સુઆની ભાજીનું પ્રમાણ વધારી શકો છો. ૩. જો તમને ઝીણા સમારેલા મરચા ન ગમતા હોય તો તમે આ દાળ બનાવવા માટે લીલા મરચાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
સુવા મસૂર દાળ માટે
2 ટેબલસ્પૂન સમારેલી સુવાની ભાજી
1/2 કપ મસૂરની દાળ
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 થી 3 કડી પત્તો (curry leaves)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- સુવા મસૂર દાળ બનાવવા માટે, મસૂર દાળને સાફ, ધોઈ અને લગભગ ૧૫ મિનિટ સુધી પલાળી રાખો. સારી રીતે નિતારી લો અને બાજુ પર રાખો.
- પ્રેશર કૂકરમાં મસૂર દાળ, હળદર અને ૧ કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી સુધી પ્રેશર કુક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો. કૂકર ખોલી દાળને બરાબર હલાવીને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો અને ગરમ થાય ત્યારે તેમાં જીરું ઉમેરો.
- જ્યારે દાણા તતડે ત્યારે તેમાં કડી પત્તા, લસણ, લીલા મરચાં અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં રાંધેલી દાળ, સુઆની ભાજી, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- સુવા મસૂર દાળને ગરમાગરમ પીરસો.