You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પરોઠા
પરોઠા

Tarla Dalal
02 January, 2025


Table of Content
પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે છે. તમારા પ્રીય શાક અથવા કરી સાથે પરોઠા ગરમ ગરમ પીરસો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
15 Mins
Total Time
20 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન તેલ ( oil )
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
ઘી (ghee) , ચોપડવા અને રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને થોડું નરમ થોડું કઠણ કણિક તેયાર કરો.
- કણિકના ૬ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી, તેની ઉપરની બાજુએ ઘી ચોપડી, રોટીને વાળીને અર્ધ-ગોળાકાર બનાવો.
- હવે અર્ધ-ગોળાકાર ભાગ પર ઘી ચોપડી, ફરીથી તેને વાળીને ત્રીકોણાકાર બનાવો.
- હવે તેને થોડા ઘઉંના લોટની મદદથી વણી, ૧૨૫ મી. મી. (૫”) લંબાઇનો ત્રીકોણાકાર બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, દરેક પરોઠાને થોડા ઘીની મદદથી, પરોઠાની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.