મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી

કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી

Viewed: 8009 times
User 

Tarla Dalal

 11 August, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images.

 

 

કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ, કઠોળ અને શાકભાજીનું એક શાનદાર મિશ્રણ છે. આ સમતોલ વાનગીને તમે, અડધા ઘઉંના લોટને બદલે, સોયા અથવા નાચણીનો લોટ વાપરી, વધુ આરોગ્યવર્ધક બનાવી શકો છો. સમતોલ દાળની કૂણાશ, કોબીનું કરકરૂપણું અને વરિયાળી અને ફૂદીનાની ખુશ્બુ ને કારણે તમને આ પરોઠા જરૂરથી ભાવશે.

 

કેબેજ એન્ડ દાલ પરાઠા માટે ટિપ્સ. ૧. મગની દાળ રાંધતી વખતે, ખાતરી કરો કે દરેક દાણો અલગ હોય. ભરણ માટે આ આવશ્યક છે. ૨. રોટલીને પૂર્વાર્ધમાં હળવી શેકી લેવાથી પૂરણ ભર્યા પછી પણ તે એકસમાન શેકાય છે. ૩. ફુદીનાના પાનને સમારેલી કોથમીરથી બદલી શકાય છે.

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

5 પરોઠા માટે

સામગ્રી

કણિક માટે

પૂરણ માટે

અન્ય સામગ્રી

પીરસવા માટે

વિધિ

આગળની રીત
 

  1. કણિક ગુંદી લો અને કણિકને ૫ સરખા ભાગમાં વહેંચો.
  2. કણિકના દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને રોટીને દરેક બાજુ ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી હલકા બ્રાઉન ડાઘ દેખાય ત્યાં સુધી પકાવો.
  4. હળવા હાથે રાંધેલી રોટલીને સપાટ, સૂકી સપાટી પર મૂકો, તૈયાર કરેલા પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર ફેલાવો અને તેને ફોલ્ડ કરીને અર્ધવર્તુળ બનાવો.
  5. એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેના પર થોડું તેલ ચોપડી લો.
  6. તેના પર પરાઠા મૂકો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
  7. ઉપર પ્રમાણે, બાકીના કણિક અને પૂરણ વડે, બાકીનો ૪ પરોઠા બનાવી લો.
  8. તરત જ પીરસો.

કણિક માટે
 

  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. ઢાંકણ વડે ઢાંકી ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.

પૂરણ માટે
 

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, વરિયાળી અને કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં લીલા મરચાં અને કોબી ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં મગની દાળ, ફૂદીનો, હળદર, આમચૂર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  4. આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ