You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | Punjabi Recipes in Gujarati | > પાલક પનીર પરાઠા રેસીપી (સ્વસ્થ પાલક પનીર પરાઠા)
પાલક પનીર પરાઠા રેસીપી (સ્વસ્થ પાલક પનીર પરાઠા)
Table of Content
પાલકનું તાજગીભર્યું લીલું રંગ આ પરોઠાને પનીર સાથે દેખાવમાં આકર્ષક બનાવે છે અને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ બનાવે છે.
અહીં પાલક આ પરોઠાના કણિકની પૌષ્ટિક્તામાં વધારો કરે છે, ત્યારે બીજી બાજુ તેમાં મેળવવામાં આવેલું કોબી, કોથમીર, લીલા મરચાં અને આદૂનું પૂરણ આ પરોઠાને મજેદાર બનાવે છે.
પાલક અને પનીરના પરોઠા - Palak Paneer Paratha, Healthy Spinach Paneer Paratha recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
30 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
કણિક માટે
1 1/2 કપ સમારેલી પાલક (chopped spinach)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 કપ મેંદો (plain flour , maida)
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન ઘી (ghee)
મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
3/4 કપ ખમણેલી ફૂલકોબી (grated cauliflower)
3/4 કપ ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
આગળની રીત
- તૈયાર કરેલી કણિક અને તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- તે પછી પૂરણનો એક ભાગ તેના અડધા ભાગ પર મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધગોળાકાર રીતે વાળી લો.
- એક નૉન-સ્ટીક તવા ને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરો.
- દહીં અથવા મનપસંદ અથાણાં સાથે તરત જ પીરસો.
કણિક માટે
- પાલક, લીબુંનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મિક્સરમાં સુંવાળી પ્યુરી તૈયાર કરી બાજુ પર રાખો.
- એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, ઘી અને તૈયાર કરેલી પાલકની પ્યુરી મેળવી થોડા જરૂરી પાણી સાથે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
પાલક પનીર પરાઠા રેસીપી (સ્વસ્થ પાલક પનીર પરાઠા) Video by Tarla Dalal
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
Nutrient values (Abbrv) per પરોઠા માટે
| ઊર્જા | 249 કૅલ |
| પ્રોટીન | 8.4 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 34.0 ગ્રામ |
| ફાઇબર | 6.2 ગ્રામ |
| ચરબી | 9.5 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 24 મિલિગ્રામ |
પાલક પનીર પરાઠા, આરોગ્યદાયક પાલક પનીર પરાઠા માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો