You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મિક્સ વેજીટેબલ પરોઠા
મિક્સ વેજીટેબલ પરોઠા

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
5 પરોઠા માટે
સામગ્રી
રોટી માટે
1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 કપ મેંદો (plain flour , maida)
2 ટેબલસ્પૂન દૂધ (milk)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન ઘી (ghee)
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
પૂરણ માટે
1 1/2 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
3/4 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , શેકવા માટે
પીરસવા માટે
વિધિ
- તૈયાર કરેલી એક રોટીને સપાટ જગ્યા પર મૂકી તેના પર તૈયાર કરેલું પૂરણનું એક ભાગ અડધી રોટી પર પાથરી રોટીને અર્ધગોળાકારમાં વાળી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલી રોટી, થોડા તેલની મદદથી, તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી તેને બન્ને બાજુએથી શેકી લો.
- ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની ૪ રોટી તૈયાર કરો.
- તાજા દહીં સાથે તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યા સુધી સાંતળી લો.
- તે પછી તેમા મિક્સ શાકભાજી અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- પૂરણ તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
- પૂરણ ઠંડું થઇ જાય તે પછી તેના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.
- એક ઉંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૫”) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો.
- આ રોટીને મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.