મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મેન કોર્સ રેસીપી >  ભારતીય દાળ અને કઢી રેસીપી >  મસાલા દાળ રેસીપી

મસાલા દાળ રેસીપી

Viewed: 9311 times
User 

Tarla Dalal

 05 May, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Masala Dal - Read in English
मसाला दाल रेसिपी - हिन्दी में पढ़ें (Masala Dal in Hindi)

Table of Content

મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images.

 

 

મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દાળમાંથી બનાવવામાં આવે છે. મિક્સ્ડ મસાલા દાળ બનાવતા શીખો.

 

સાદી કે પછી તીખી, ગમે તેવી દાળ હોય પણ તે પૌષ્ટિક તો ગણાય છે, પણ આ મસાલા દાળ એટલી મજેદાર છે કે તેના સ્વાદનો તમે પ્રતિકાર જ નહીં કરી શકો. દાળની ચાર મુખ્ય જાતોથી બનેલી, કાંદા અને ટામેટાં સાથે રાંધવામાં આવે છે, અને કાળજીપૂર્વક પસંદ કરેલા મસાલાનો એકરસ થવું જ આ દાળની વિશિષ્ટતા છે જેને તમે ભાત કે રોટલી સાથે માણી શકશો.

 

મસાલા દાળને ઘીમાં રાંધવામાં આવે છે જે વિટામિનથી ભરપૂર હોય છે - જે તમામ ચરબીમાં દ્રાવ્ય હોય છે. બધા ૩ વિટામિન (વિટામિન a, વિટામિન e અને વિટામિન k) એન્ટીઑકિસડન્ટો છે જે શરીરમાંથી મુક્ત રેડિકલ દૂર કરવામાં અને આપણા કોષોનું રક્ષણ કરવા તેમજ ત્વચાની તંદુરસ્તી અને ચમક જાળવવામાં મદદ કરે છે.

 

શું સારું છે કે મસાલા દાળ ફોલિક એસિડ, ફોસ્ફરસ, વિટામિન બી1, સી અને પ્રોટીનથી સમૃદ્ધ છે.

Preparation Time

20 Mins

Cooking Time

20 Mins

Total Time

40 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

મસાલા દાળ માટે

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીની મદદ વડે)

સજાવવા માટે

પીરસવા માટે

     

વિધિ

મસાલા દાળ માટે
 

  1. બધી દાળને એકસાથે ધોઈને નીતારી લો. એક પ્રેશર કૂકરમાં દાળ, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી સુધી પ્રેશર કુક કરો.
  2. ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળવા દો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને મધ્યમ તાપ પર બીજી ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  5. ટમેટાં અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. રાંધેલી દાળ, મીઠું, ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. કોથમીરથી સજાવો અને મસાલા દાળને ભાત અથવા પરોંઠા સાથે ગરમાગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ