You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > રાજમા અને અડદની દાળ
રાજમા અને અડદની દાળ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
28 Mins
Total Time
43 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ રાજમા (rajma (kidney beans)
1/4 કપ ચણાની દાળ (chana dal)
1/2 કપ છલટીવાળી અડદની દાળ (chilkewali urad dal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- રાજમા, ચણાની દાળ તથા અડદની દાળને સાફ કરી સાથે એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખો.
- પલાળેલી દાળને નીતારી લીધા પછી પ્રેશર કુકરમાં ૪ કપ પાણી અને મીઠા સાથે સારી રીતે મિક્સ કરી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી દાળને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, જીરા પાવડર, થોડું મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બાફેલી દાળ અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી ગરમ-ગરમ પીરસો.