સાંભર - Sambhar ( How To Make Sambhar, South Indian Recipe)
તરલા દલાલ દ્વારા
साम्भर - हिन्दी में पढ़ें (Sambhar ( How To Make Sambhar, South Indian Recipe) in Hindi)
Added to 162 cookbooks
This recipe has been viewed 3306 times
દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે.
દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે છે. તમે પણ અહીં જણાવેલી સામગ્રીના પ્રમાણમાં ઓછો વત્તો ફેરફાર કરી તમારી જરૂરીયાત પ્રમાણે તૈયાર કરી શકો છો. તેમાં વપરાતા વિવિધ શાક જેને દક્ષિણ ભારતના લોકો “થાન” કહે છે જેમાં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરેનો સમાવેશ થાય છે.
આ સાંભર ઈડલી , ઢોંસા , ભાત વગેરે સાથે પીરસી શકાય છે.
Method- સાંભર મસાલા માટે
- ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બધી વસ્તુઓ મેળવી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા તેની સુગંધ પ્રસરવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
- ૨. તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી ઝીણું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- તુવરની દાળ અને ચણાની દાળને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- આ દાળમાં ૨ કપ જેટલું પાણી મેળવી પ્રેશર કુકરમાં ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. દાળને સરખી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે રીંગણા, સરગવાની શીંગ અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા શાક બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલી દાળ, મદ્રાસી કાંદા, ટમેટા, આમલીનો પલ્પ, તૈયાર કરેલો સાંભર મસાલો, મીઠું અને ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
- હવે વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મેથીના દાણા, કડી પત્તા અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને સાંભર પર રેડી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
સાંભર has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
September 04, 2012
This Sambhar recipe is really tasty..i added less of bottle gourd as i prefer less vegetables in my smbhaar...the taste is really very good of this recipe....thank you Tarla aunty !
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe