મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ >  ઓટ્સ અને મિક્સ્ડ નટ્સ લાડુ (સ્વસ્થ લાડુ) રેસીપી

ઓટ્સ અને મિક્સ્ડ નટ્સ લાડુ (સ્વસ્થ લાડુ) રેસીપી

Viewed: 8195 times
User Tarla Dalal  •  Updated : Nov 11, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે.

આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે ઓટસ્ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જ્યારે ગોળ અને તલ લોહતત્વ વધારે છે.

બનાવવામાં અતિ સરળ આ નાસ્તાના લાડુ તાજા ખાઓ કે પછી ઠંડા પાડીને તેની મજા લો. જ્યારે તમને તમારા બાળકો માટે કંઇ મીઠી નાસ્તાની વાનગી તૈયાર કરવી હોય, ત્યારે આ લાડુ જરૂરથી બનાવીને તેમને રાજી કરી શકશો.

 

ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી - Oats and Mixed Nuts Ladoo ( Healthy Laddu) recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

6 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

16 Mins

Makes

8 લાડુ

સામગ્રી

ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે

વિધિ
  1. ઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી બનાવવા માટે, એક નૉન-સ્ટીક પેનને ગરમ કરી તેમાં ઓટસ્ મેળવી તેને મધ્યમ તાપ પર 3 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
  2. એ જ પેનને ફરી ગરમ કરી તેમાં તલ મેળવી તેને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સૂકા શેકી લીધા પછી તેને પણ સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
  3. ફરી એ જ પેનમાં ઘી અને ગોળ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત ફલાવતા રહી 1 મિનિટ સુધી રાંધી લો.
  4. હવે આ ગોળના મિશ્રણને એક ગોળ થાળીમાં કાઢીને તેને સહજ ઠંડું થવા દો.
  5. તે પછી તેમાં શેકેલા ઓટસ્, શેકેલા તલ, અખરોટ, બદામ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. છેલ્લે તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ વાળીને તેના લાડુ તૈયાર કરી લો.
  8. તરત જ પીરસો

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 105 કૅલ
પ્રોટીન 2.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 11.8 ગ્રામ
ફાઇબર 1.7 ગ્રામ
ચરબી 5.3 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 2 મિલિગ્રામ

ઓઅટસ અને મિક્સ નટ લઅડઓઓ ( આરોગ્યદાયક લઅડડઉ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ