લીંબુવાળા ભાત - Lemon Rice ( South Indian Recipes )


દ્વારા


Added to 166 cookbooks   This recipe has been viewed 2751 times

બહુ વધુ મગજમારી વગર બનતાં આ લીંબુવાળા ભાતને દક્ષિણ ભારતની લંચ બોક્સ માટે અતિ અનુકુળ વાનગી ગણવામાં આવે છે કારણકે તે યુવાનોને અને ઉંમરલાયક લોકોને સરખા પ્રમાણમાં ભાવે એવી છે. લીંબુની ખટાશ અને વઘારની ખુશ્બુ આ સાદા ભાતને સ્વાદિષ્ટ બનાવે છે.

બીજી વિવિધ દક્ષિણ ભારતીય ભાતની વાનગી પણ અજમાવો, તે છે દહીંવાળા ભાત અને નાળિયેરના ભાત.

Add your private note

લીંબુવાળા ભાત - Lemon Rice ( South Indian Recipes ) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧ ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
૨ ૧/૨ કપ રાંધેલા ભાત
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન અડદની દાળ
૧ ટીસ્પૂન ચણાની દાળ
૫ to ૬ કડી પત્તા
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદૂ
આખા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, ચણાની દાળ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં આદૂ અને કાશ્મીરી લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં હળદર અને ભાત મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ-ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews