You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > કૅબેજ રાઇસ
કૅબેજ રાઇસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર તૈયાર.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
7 Mins
Total Time
22 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
2 1/4 કપ પલાળીને રાંધેલા બાસમતી ભાત (soaked and cooked long grain rice (Basmati chawal)
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
1/2 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
વિધિ
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
- તે પછી તેમાં કોબી અને સીમલા મરચાં મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત, મરીનું પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.