You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > ઓટસ્ ની ઇડલી ની રેસીપી
ઓટસ્ ની ઇડલી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સામાન્ય રીતે ઇડલી એક પૌષ્ટિક વાનગી ગણાય છે, પણ આ ઓટસ્ ની ઇડલી એક નવિન પ્રકારની થોડા ફેરફારવાળી ઇડલી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે.
ઓટસ્ ની ઇડલીમાં ચોખાના બદલે ઓટસ્ નો ઉપયોગ થવાથી તેમાં ચરબીનો પ્રમાણ ઓછો છે, જેથી કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાં રાખવામાં મદદરૂપ કરે છે. તમે તેમાં બાફેલા શાકનો ઉમેરો કરીને તેના ફાઇબરના પ્રમાણમાં વધારો કરી શકો છો.
આ ઓટસ્ ની ઇડલી કોઇપણ સમયે તૈયાર કરી શકાય છે કારણ કે તેમાં આથો લાવવાની પ્રક્રિયા ફક્ત ૧ કલાક જ છે, તેથી આ ઓટસ્ ની ઇડલી સામાન્ય ઇડલી કરતાં ફૂલેલી કે ઉપસેલી નથી બનતી. આમ ભલે આ ઇડલી ઉપસેલી નથી બનતી, છતાં તેનો આનંદ તો તે જ્યારે તાજી અને ગરમા-ગરમ હોય અને સાથે લીલી ચટણી અને સાંભર હોય ત્યારે અનેરો જ મળે છે.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
10 Mins
Total Time
12 Mins
Makes
16 ઇડલી
સામગ્રી
ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે
1 કપ રોલ્ડ ઓટ્સને ઝડપથી રાંધવા (quick cooking rolled oats)
1/4 કપ અડદની દાળ (urad dal)
null None
2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
null None
1/2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
ઓટ્સ ઇડલી સાથે પીરસવા માટે
વિધિ
- ઓટસ્ ની ઇડલી ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં ઓટસ્ અને અડદની દાળ મેળવી સુંવાળું પાવડર તૈયાર કરો.
- હવે એક બાઉલમાં આ પાવડર સાથે ૧ કપ પાણી, દહીં, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂં તૈયાર કરો.
- આ ખીરાને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
- ખીરાને બરાબર મિક્સ કરો, તેમાં ફ્રૂટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી નાંખી તેને ધીરે ધીરે મિક્સ કરો.
- તે પછી ઇડલીના મોલ્ડ પર થોડું તેલ ચોપડી એક ચમચા જેટલું ખીરૂં તેમાં રેડો.
- આમ તૈયાર કરેલા મોલ્ડને ઇડલી બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઇડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- સાંભર સાથે તરત જ ગરમ ગરમ પીરસો.