You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત
રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત

Tarla Dalal
08 April, 2021


Table of Content
રવા ઈડલી | ઇન્સ્ટન્ટ રવા ઈડલી | સુજી ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | sooji idli in gujarati | with 21 amazing images.
રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કડી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. ત્યારબાદ સૂજી ઇડલી ઓને સ્ટીમરમાં રાંધવામાં આવે છે.
સવારના નાસ્તામાં ઇડલી ખાવાનું મન થાય છે, પરંતુ ખીરૂ તૈયાર કરી આથો નથી આપ્યો? ચીંતા કરશો નહીં! ઇન્સ્ટન્ટ સુજી ની સોફ્ટ ઈડલી બનાવાનું પસંદ કરો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
17 Mins
Total Time
22 Mins
Makes
15 ઈડલી
સામગ્રી
રવા ઈડલીના ખીરા માટે
1 કપ રવો (સોજી) (rava / sooji)
1/4 કપ દહીં (curd, dahi)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
3/4 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt)
રવા ઈડલી માટે અન્ય સામગ્રી
1 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટેબલસ્પૂન કાજૂ (cashew nuts, Kaju) , ટુકડા કરી નાખો
4 થી 6 કડી પત્તો (curry leaves)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
રવા ઇડલી સાથે પીરસવા માટે
વિધિ
- એક નાના નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું, દાળ, કાજુ, કડી પત્તા, લીલા મરચા અને હિંગ નાંખો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે સાંતળો.
- આ વઘારને તૈયાર કરેલા રવા ઈડલીના ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- બાફતા પહેલા, ફ્રૂટ સોલ્ટ નાંખો અને ધીમેથી મિક્સ કરી લો.
- દરેક તેલ ચોપડેલા ઇડલીના મોલ્ડમાં ૨ ટેબલસ્પૂન રવા ઇડલીનું ખીરૂ રેડવું અને સ્ટીમરમાં ૮ થી ૧૦ મિનિટ સુધી બાફી લો.
- રવા ઇડલીઓને સહેજ ઠંડી કરો, મોલ્ડમાંથી કાઢીને તરત જ સંભાર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.
- રવા ઈડલી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાય તમામ સામગ્રીને એક સાથે ભેગી કરી, ૧ કપ પાની નાખી, બરાબર મિક્સ કરી, ઢાંકીને ૧૦ મિનિટ સુધી એક બાજુ રાખો.