મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  ગુજરાતી વ્યંજન >  પૌંઆ નાચણી હાંડવો રેસીપી

પૌંઆ નાચણી હાંડવો રેસીપી

Viewed: 20169 times
User 

Tarla Dalal

 27 August, 2022

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | poha nachni handvo in gujarati | with step by step images.

 

 

અતિ પૌષ્ટિક એવો આ પૌંઆ નાચણી હાંડવો પૌંઆ અને નાચનીના લોટ વડે અતિ સ્વાદિષ્ટ બને છે એમ કહી શકાય? હા, આ મજાક નથી. આ હાંડવાનો સ્વાદ માણો ત્યારે તમે પણ કબૂલ કરશો. પૌંઆમાં લોહતત્વ રહેલો છે જે શરીરમાં નવા રક્તકણ બનાવવામાં ઉપયોગી થાય છે જેથી રક્તના ભ્રમણમાં અને રક્તના દાબને નિયંત્રત રાખવામાં તે મદદરૂપ થાય છે એમ ગણી શકાય. એટલે અહીં અમે દહીં, પૌંઆ અને નાચનીના લોટ વડે કણિક તૈયાર કરી તેમાં મસાલા પાવડરનો વઘાર ઉમેરીને તથા સારા પ્રમાણમાં શાકભાજી મેળવીને આ હાંડવો તૈયાર કરવામાં આવ્યો છે.

 

આ પૌંઆ નાચણી હાંડવો મીઠું અતિ ઓછા પ્રમાણમાં ઉમેરવાથી તે રક્તના ઉંચા દબાણ ધરાવનાર માટે માફકરૂપ ગણી શકાય. જો કણિક બહુ વહેલી તૈયાર કરશો તો તેમાંથી પાણી છુટશે અને હાંડવો બનાવવામાં તકલીફ થશે એટલે કણિક બનાવીને તરત જ હાંડવો બનાવી લેવો. ઉપરાંત એ પણ ધ્યાન રાખશો કે હાંડવો બનતા વધુ સમય લાગશે એટલે ધીરજથી મધ્યમ તાપ પર જ તેને રાંધવો.

Soaking Time

0

Preparation Time

15 Mins

Cooking Time

60 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

75 Mins

Makes

6 હાંડવા

સામગ્રી

વિધિ

પૌંઆ નાચણી હાંડવો રેસીપી બનાવવા માટે
 

  1. પૌંઆ નાચનીનો હાંડવો ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં દહી અને ૧ ૧/૨ કપ પાણી મેળવીને મથની વડે સારી રીતે મિક્સ કરી લો.
  2. તેમાં પૌંઆ મેળવીને, સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ સુધી બાજુ પર મુકી દો.
  3. તેમાં દૂધી, ગાજર, લીલા વટાણા, આદૂ-મરચાંની પેસ્ટ, સાકર, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પછી બાજુ પર મુકી દો.
  4. એક નાના નૉન-સ્ટીક પનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હીંગ મેળવીને તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  5. આ વધારને પૌંઆ-દહી-શાકના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.
  6. તેમાં રાગીનો લોટ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
  7. આ ખીરાના ૬ સરખાં ભાગ પાડી લો.
  8. એક ૧૦૦ મિ. મી. (૪") વ્યાસનો નૉન-સ્ટીક પન ગરમ કરીને તેને ૧/૪ ટીસ્પૂન તેલ વડે ચોપડી લો. તેની પર ખીરાનો ૧ ભાગ રેડીને તેને સરખી રીતે પાથરી લો. તેને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ થી ૧૨ મિનિટ અથવા તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
  9. રીત ક્રમાંક ૮ પ્રમાણે બીજા ૫ હાંડવા બનાવી લો.
  10. દરેક હાંડવાને ૪ ભાગમાં કાપીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ