You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > બ્રેકફાસ્ટ સીરીયલ્સ્ > સવારના નાસ્તા > જુવાર અને વેજીટેબલના પૉરિજ
જુવાર અને વેજીટેબલના પૉરિજ

Tarla Dalal
04 July, 2021


Table of Content
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે.
તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉરિજ સાથે જ્યારે તમે કોઇ ફળ આરોગશો, ત્યારે તમે એટલા સંતુષ્ટ થઇ જશો કે બપોરના જમણના સમય સુધી બીજી કોઇ તબિયતને નુકશાનકારક એવી વસ્તુઓ જેવી કે બિસ્કિટસ્, નટસ્, ચીપ્સ્ વગેરે ખાવાની તમને જરા પણ ઇચ્છા નહીં થાય.
જુવાર અને વેજીટેબલના પૉરિજ - Jowar and Vegetable Porridge recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
25 Mins
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ જુવારનો પાવડર
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન તેલ ( oil )
1 કપ સમારેલી મિક્સ શાકભાજી (chopped mixed vegetables) (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલકોબી)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
એક ચપટીભર હીંગ (asafoetida, hing)
ટોપીંગ માટે
2 ટેબલસ્પૂન સમારેલા ટામેટા (chopped tomatoes)
2 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક પ્રેશર કુકરમાં પાવડર કરેલી જુવાર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં મિક્સ શાકભાજી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રાંધેલી જુવારનું મિશ્રણ, ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 8 થી 10 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને ટમેટા, કાંદા અને કોથમીર વડે સજાવી તરત જ પીરસો.
હાથવગી સલાહ:
- ૧/૨ કપ અર્ધકચરી પાવડર કરેલી જુવાર માટે ૧/૨ કપ જુવાર મિક્સરમાં ફેરવીને પાવડર તૈયાર કરવો.
- જો પોરિજ બહુ ઘટ્ટ બની જાય, તો તેની ઘટ્ટતા ઓછી કરવા તેમાં થોડું પાણી મેળવવું.