You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > સેવિયા ઉપમા ની રેસીપી
સેવિયા ઉપમા ની રેસીપી

Tarla Dalal
16 April, 2025


Table of Content
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે.
તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વધુમાં તે બનાવવામાં પણ સરળ હોવાથી જ્યારે તમે આખા દીવસના થાકેલા ઘેર આવો ત્યારે સાંજના જમણ માટે આ વાનગી તમારા માટે જરૂર સારી જ પૂરવાર થશે.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
5 Mins
Total Time
10 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે
2 કપ ચોખાની વર્મિસેલી
2 1/2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 ટીસ્પૂન અડદની દાળ (urad dal)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
પીરસવા માટે
વિધિ
સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે
- એક બાઉલમાં વર્મિસેલી સેવ, ૧/૨ ટીસ્પૂન તેલ, મીઠું અને ૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ માટે અથવા સેવ નરમ થાય ત્યાં સુધી બાજુ પર રાખો. તે પછી તેને નિતારીને બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૨ ટીસ્પૂન તેલ એક નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં રાઇ અને અડદ દાળ મેળવી ગરમ કરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં વર્મિસેલી સેવ, કોથમીર, લીંબુનો રસ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.