You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા |
કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા |

Tarla Dalal
02 January, 2025


Table of Content
કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | coriander upma in gujarati | with 18 amazing images.
કોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધરાવે છે. શેકેલા રવામાં આગલા દીવસે તૈયાર કરી રાખેલી લીલી ચટણી વડે ઝટપટ તૈયાર થતી આ વાનગી સવારના નાસ્તા માટે ઉત્તમ છે.
કોથમીર ઉપમા એક વખત જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમે સાદા ઉપમા ખાવાનું ભુલી જશો.
કોથમીર ઉપમા માટે ટિપ્સ : ૧.અમે તમને આગલી સાંજે રવો શેકવાનું સૂચન કરીએ છીએ. ૨. જો તમે સવારે ઉતાવળમાં જતા હોવ તો આગલી સાંજે કોથમીરની ચટણી તૈયાર કરો. ૩. તમે રંગીન કોથમીર ઉપમાને ખમણેલા નાળિયેરથી સજાવી શકો છો. ૪. કોથમીરથી પણ સજાવી શકો છો. ૫. ક્વિક કોથમીર ઉપમાની રેસીપી હેલ્ધી બનાવવા માટે, રાંધતી વખતે રવા સાથે ઘણાં બાફેલા શાકભાજી જેવા કે ગાજર, ફણ્સી, ટામેટાં અને વટાણા ઉમેરો. ૬. સૂચવ્યા મુજબ રવા કોથમીર ઉપમાને કપનો આકાર આપી ગરમ પીરસો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 servings
સામગ્રી
કોથમીર ઉપમા ની રેસીપી બનાવવા માટે
1 કપ રવો (સોજી) (rava / sooji)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન અડદની દાળ (urad dal)
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
4 to 5 કડી પત્તો (curry leaves)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન સાકર (sugar) (ફરજીયાત નથી)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
પીસીને કોથમીરની ચટણી તૈયાર કરવા માટે (થોડા પાણી વડે)
1/2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
3 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન સાકર (sugar)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર રવાને ૩ થી ૪ મિનિટ સુધી અથવા રવો હલકા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સતત હલાવતા રહી સૂકો શેકી લો.
- બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ અને રાઇ મેળવી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તા અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શેકેલો રવો અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોથમીરની ચટણી મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તેમાં રહેલું પાણી શોષાઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં સાકર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તેને સહજ ઠંડું પાડી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને ટીફીન બોક્સમાં ભરી લો.