You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સાંજની ચહા સાથેના નાસ્તા > સ્ટફ ચીલા ની રેસીપી
સ્ટફ ચીલા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે.
આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં વિટામીન-એ હોવાથી શરીરમાં ચામડીને પૌષ્ટિક્તા તો મળે છે ઉપરાંત શરીરની રોગ પ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે.
આમ આ સ્ટફ ચીલામાં તમારા કુટુંબ માટે એક પૌષ્ટિક અને મજેદાર વાનગી ગણી શકાય.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Total Time
35 Mins
Makes
6 ચીલા માટે
સામગ્રી
મિક્સ કઠોળના મિશ્રણ માટે
1 કપ લીંબુ (lemon) (લાલ ચણા , ચવલી , મગ , રાજમા વગેરે)
1 ટીસ્પૂન માખણ (butter, makhan)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
2 ટીસ્પૂન ચાટ મસાલો (chaat masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
ચીલાના ખીરા માટે
1 કપ ચણાનો લોટ ( besan )
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સ્ટફ ચીલા માટે અન્ય જરૂરી સામગ્રી
1 3/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને રાંધવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ મેળવી લગભગ ૧ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સતત રેડી શકાય એવું પાતળું ખીરૂં તૈયાર કરી બાજુ પર રાખો.
- એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરીને તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં મિક્સ કઠોળ, ચાટ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડા હલકા પ્રમાણમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી સરખા પ્રમાણમાં પાતળું ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસનું ગોળાકાર આકાર આપો.
- આ ચીલાની કિનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ રેડી ચીલો બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- આમ તૈયાર થયેલા ચીલાની અડધી બાજુ પર તૈયાર કરેલું પૂરણ મૂકી બીજો અડધો ભાગ વાળીને અર્ધ-ગોળાકાર આપો.
- રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ બીજા વધુ ૫ સ્ટફ ચીલા તૈયાર કરો.
- સ્ટફ ચીલા તરત જ પીરસો