You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી
પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી | જુવાર ના લોટ ના પુડલા | પુડલા રેસીપી | વજન ઘટાડવા પુડલા | nutritious jowar and tomato chila in gujarati | with 18 amazing images.
પારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા રેસીપી જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે.
તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.
Tags
Preparation Time
5 Mins
Cooking Time
10 Mins
Total Time
15 Mins
Makes
4 ચીલા માટે
સામગ્રી
પૌષ્ટિક જુવાર અને ટમેટા ચીલા માટે
1/4 કપ જુવારનો લોટ (jowar flour)
1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 કપ ઓટસ્ નો લોટ
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
વિધિ
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેલાવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે તેને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- બાકીના ૩ ચીલા, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવો.
- કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.