મગની દાળ અને પનીરના ચીલા - Moong Dal and Paneer Chilla


દ્વારા

Moong Dal and Paneer Chilla - Read in English 

Added to 241 cookbooks   This recipe has been viewed 3015 times

ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.

Add your private note

મગની દાળ અને પનીરના ચીલા - Moong Dal and Paneer Chilla recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ ચીલા માટે
મને બતાવો ચીલા માટે

સામગ્રી
૧/૨ કપ પીળી મગની દાળ , ૩ થી ૪ કલાક પલાળીને નીતારેલી
મીઠું , સ્વાદાનુસાર
એક ચપટીભર હીંગ
બે ચપટીભર સાકર
૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૮ ટેબલસ્પૂન ભૂક્કો કરેલું પનીર
૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ (મરજીયાત)
૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે
વિધિ
    Method
  1. મિક્સરમાં મગની દાળ અને થોડું પાણી મેળવી સુંવાળું પીસી લો.
  2. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરૂં સરખી રીતે પાથરી લગભગ ૧૨૫ મી. મી. (૫")ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
  4. તેની પર ૨ ટેબલસ્પૂન પનીર, ૧ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો છાંટી, હળવે હાથે દબાવી મધ્યમ તાપ પર ૧/૨ ટીસ્પૂન તેલ વડે ચીલો બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  5. આ જ પ્રમાણે રીત ક્રમાંક ૩ અને ૪ વડે બીજા ૩ ચીલા તૈયાર કરો.
  6. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews