મિની ઈડલી ઇન કોકોનટ સૉસ - Mini Idlis in Coconut Sauce


દ્વારા

Mini Idlis in Coconut Sauce - Read in English 
मिनी इडलिस इन कोकोनट सॉस - हिन्दी में पढ़ें (Mini Idlis in Coconut Sauce in Hindi) 

Added to 262 cookbooks   This recipe has been viewed 1233 times

મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું.

Add your private note

Mini Idlis in Coconut Sauce recipe - How to make Mini Idlis in Coconut Sauce in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

નાળિયેરના સૉસ માટે
૧ કપ નાળિયેરનું દૂધ
૧ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરું
કડી પત્તા
ચીરી પાડેલું લીલું મરચું
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧/૨ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન કોર્નફલોર , ૨ ટેબલસ્પૂન ઠંડા પાણીમાં ઓગાળવું

ઈડલી માટે
૧૦ પાલકના પાન
૧ કપ રેડીમેડ ઈડલીનું ખીરૂ
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
નાળિયેરના સૉસ માટે

    નાળિયેરના સૉસ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
  2. જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમા કડી પત્તા, લીલું મરચું, નાળિયેરનું દૂધ, મીઠું, લીંબુનો રસ, સાકર અને પાણીમાં ઓગળેલું કોર્નફલોર નાંખી સારી રીતે મિક્સ કરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સતત હલાવતા રહીં, રાંધીને બાજુ પર રાખો.

ઈડલી માટે

    ઈડલી માટે
  1. એક બાઉલમાં પર્યાપ્ત ગરમ પાણીમાં પાલકના પાનને ૧ થી ૨ મિનિટ સુધી હલકા ઉકાળી લો.
  2. હવે તેને નીતારી, ઠંડા કરી અને મિક્સરમાં ફેરવી સુંવાળીં પેસ્ટ બનાવો.
  3. એક બાઉલમાં ઈડલીનું ખીરૂ, પાલકની પેસ્ટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લો.
  4. નાના ઈડલી બનાવવાના સાંચામાં થોડું તેલ ચોપડી, તૈયાર થયેલા ખીરાને રેડી, ૬ થી ૭ મિનિટ સુધી સ્ટીમરમાં બાફી લો.
  5. ઈડલી ઠંડી થાય એટલે તેને સાંચામાંથી કાઢી લો અને બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક સીઝલર પ્લેટ અથવા તવાને ગરમ કરો.
  2. તૈયાર કરેલા નાળિયેરના સૉસના ચાર ભાગ કરી, એક ભાગને પ્લેટ અથવા તવા પર પાથરી ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. હવે તેમાં તૈયાર થયેલી ઈડલી અને બાકી રહેલા નાળિયેરના સૉસને રેડો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  4. હવે તેમાથી લીલું મરચું કાઢી લઈ તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews