You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > લો કૅલરીવાળા પીણાં > પીણાં > પપૈયા મેન્ગો સ્મુધિ
પપૈયા મેન્ગો સ્મુધિ

Tarla Dalal
02 January, 2025
-8363.webp)

Table of Content
જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમય સુધી સ્ફૂર્તિમય અને ઉત્સાહી રાખશે અને એવો સંતોષ આપશે કે જાણે તમે પૂર્ણ નાસ્તો આરોગ્યો હોય.
Tags
Preparation Time
7 Mins
Cooking Time
0 Mins
Total Time
7 Mins
Makes
2 ગ્લાસ માટે
સામગ્રી
જ્યુસર રીત માટે
1 કપ પપૈયાની પ્યુરી
1 કપ કેરીનો પલ્પ
1 ટેબલસ્પૂન સાકર (sugar) (ફરજીયાત નથી)
1 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice) (ફરજીયાત નથી)
ભૂક્કો કરેલો બરફ , પીરસવા માટે
વિધિ
- બધી વસ્તુઓને મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળી સ્મુધિ તૈયાર કરો.
- આ સ્મુધિને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી ઉપરથી ભૂકકો કરેલો બરફ નાંખી તરત જ પીરસો.
- આ વાનગી હૉપરમાં તૈયાર ન કરી શકાય કારણકે કેરીનો પલ્પ હૉપરમાં મેળવી ન શકાય અને પપૈયા પણ નરમ હોવાથી તેનો રસ હૉપરમાં કાઢવો સરળ નથી.