મેક્સિકન ફ્રાઇડ રાઇસ - Mexican Fried Rice, Quick Recipe


દ્વારા

જલ્દીથી બનતી, સહેલી અને ઉત્તમ, આ મેક્સિકન ફ્રાઇડ રાઇસની વાનગી એવી સચોડદાર છે કે તે દરેકને ગમશે જ.

તેનો અનોખો સ્વાદ, આદૂ-લસણની પેસ્ટની ઉગ્ર ખુશ્બુ અને તેમાં મેળવેલા કરકરા શાક સાથે ટમેટાની ખટાશ આ વાનગીને મનગમતી બનાવે છે.

તેમાં મેળવેલા શાકભાજી પણ તેને મનોહર બનાવે છે. જો તમે આગળથી ભાત રાંધીને તૈયાર રાખ્યા હશે તો આ વાનગી થોડા સમયમાં જ બની શકે છે અને તમારા ધમાલિયા દીવસ પછી તમે તેને શાંતિથી માણી શકશો. તેને ગરમ ગરમ પીરસવાની જ મજા છે.

Add your private note

મેક્સિકન ફ્રાઇડ રાઇસ - Mexican Fried Rice, Quick Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩ કપ રાંધેલા ભાત
૩ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા
૧/૨ કપ ઝીણી સ્લાઇસ કરેલા સિમલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૧ કપ બાફેલા મિક્સ શાકભાજી (પીળી મકાઇ , ગાજર અને ફણસી)

પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે
સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં
૪ to ૫ લસણની કળી
વિધિ
    Method
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલી મરચાં-લસણની પેસ્ટ, ટમેટા અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. પછી તેમાં મિક્સ શાકભાજી અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં ભાત અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews