You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ

Tarla Dalal
02 January, 2025
-14646.webp)

Table of Content
દહીં કચોરી રેસીપી | ખસ્તા કચોરી ચાટ | મૂંગ દાળ રાજ કચોરી ચાટ | રાજ કચોરી રેસીપી | રાજ કચોરી ચાટ | dahi kachori in gujarati | with amazing 50 images.
દહીં કચોરી ખૂબ પ્રખ્યાત અને પ્રિય ચાટ છે. એટલી લોકપ્રિય છે કે દહીં કચોરી કચોરી ચાટ મુંબઈ સ્ટ્રીટ ફૂડ તરીકે સરળતાથી મળી રહે છે.
રાજ કચોરી એ તમામ કચોરીઓનો રાજા છે અને ભારતના દરેક જગ્યાએ પ્રખ્યાત વેચાય છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
45 Mins
Total Time
60 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
કણિક બનાવવા માટે
2 કપ મેંદો (plain flour , maida)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ ઘી (ghee)
પૂરણ માટે
1/2 કપ પીળી મગની દાળ (yellow moong dal) , ૨ થી ૩ કલાક માટે પલાળીને ગાળી લો
3 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
2 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
દહીં કચોરી માટે અન્ય સામગ્રી
તેલ ( oil ) , તળવા માટે
પીરસીને આપવા માટે
12 ટેબલસ્પૂન બાફેલા ફણગાવેલા મગ (boiled sprouted moong )
3 કપ દહીં (curd, dahi)
6 ટેબલસ્પૂન લીંબુ (lemon)
3 કપ લીંબુ (lemon)
6 ટેબલસ્પૂન સેવ
જીરા પાવડર (cumin seeds (jeera) powder ) છંટકાવ માટે
6 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- બધા સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો, સારી રીતે મિક્સ કરી દો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને અર્ધ-નરમ કણિક તૈયાર કરી દો.
- ભીના મલમલના કપડાથી કણિકને ઢાંકી દો અને ૧૫ થી ૨૦ મિનિટ માટે એક બાજુ પર રાખો.
- સર્વિંગ પ્લેટમાં ૨ કચોરીઓ મૂકો અને દરેક કચોરીની મધ્યમાં ખાડો બનાવો.
- દરેક કચોરીના ખાડામાં ૧ ટેબલસ્પૂન મૂંગ સ્પ્રાઉટ્સ મૂકો.
- તેમાં ૧/૨ કપ ફેંટી લીઘેલું દહીં, ૧ ટેબલસ્પૂન ખજુર ની ચટણી, ૧ ૧/૨ ટીસ્પૂન તીખી ફુદીના ચટણી એક સરખી રીતે તેના ઉપર નાંખો.
- તેના ઉપર ૧ ટી સ્પૂન સેવ, થોડો જીરું પાવડર નાંખો અને છેવટે તેના પર ૧ ટીસ્પૂન કોથમીરથી સજાવો.
- આમ રીત ક્રમાંક ૧ થી ૪ પ્રમાણે વધુ ૫ પ્લેટ દહીં કચોરી બનાવી લો.
- દહીં કચોરીને તરત જ પીરસો.
- કણિકને ૧૨ સરખા ભાગ પાડો.
- દરેક કણિકના ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ આકારમાં વણી લો.
- હવે મગની દાળના પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો.
- તે પછી તેને દરેક બાજુએથી વાળીને મધ્યમાંથી બંધ કરી ઉપરના વધારાના લોટને કાઢીને થોડુંક દબાવી લો.
- પૂરણથી ભરાયેલા ભાગને ૬૩ મી. મી. (૨ ૧/૨”) ના ગોળ આકારમાં વણી લો. સુનિશ્ચિત કરો કે પૂરણ બહાર નહીં આવે.
- તમારા અંગૂઠાથી કચોરીના કેન્દ્ર ધીમેથી દબાવો.
- આમ રીત ક્રમાંક ૨ થી ૬ પ્રમાણે વધુ ૧૧ કચોરીઓ તૈયાર કરો.
- એક ઊંડી નોન-સ્ટીક કઢાંંઈમાં મધ્યમ તાપ પર તેલને ગરમ કરો અને પછી એક સમયે ધીમી આંચ પર 3 કચોરીઓ બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
- તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
- આમ રીત ક્રમાંક ૮ અને ૯ પ્રમાણે વધુ ૯ કચોરીઓને તળી લો.
- મૂંગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના મિક્સરમાં ફેરવી દરદરુ મિશ્રણ તૈયાર કરી લો. એક બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
- જ્યારે જીરું તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો, સારી રીતે મિક્સ દો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર રાંધી લો.
- તેમાં આદુ-લીલા મરચાની પેસ્ટ, આમચુર પાઉડર, મરચું પાવડર, ગરમ મસાલા, મીઠું અને ચણાનો લોટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી અથવા મૂંગ દાળ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- ઠડું કરો અને ૧૨ સરખા ભાગ પાડો અને બાજુ રાખો.