મેથી-મકાઇના ઢેબરા - Methi Makai Dhebra, Tea Time Snack


દ્વારા

5/5 stars  100% LIKED IT    2 REVIEWS ALL GOOD

Added to 41 cookbooks   This recipe has been viewed 7136 times

ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં અનેક જાતની સામગ્રી જેવી કે મેથીના પાન, તલ, આદૂ અને લીલા મરચાંની પેસ્ટ મેળવીને બનાવેલી કણિક મનમોહિત ખુશ્બુદાર બને છે. જો કે તેમાં ઘણી વસ્તુઓ મેળવવામાં આવી છે, છતાં તે બધી વસ્તુઓ તમારા રસોડામાં સહેલાઇથી મળી શકે એવી હોવાથી તમને જ્યારે થોડો સમય ફાજલ મળે ત્યારે આ ઢેબરા બનાવીને તૈયાર રાખો અને ચહા સાથે તેની મજા માણો.

Add your private note

મેથી-મકાઇના ઢેબરા - Methi Makai Dhebra, Tea Time Snack recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૩૦ ઢેબરા માટે
મને બતાવો ઢેબરા માટે

સામગ્રી
૧ કપ ઝીણી સમારેલી મેથી
૧ કપ મકાઇનો લોટ
૧/૪ કપ બાજરીનો લોટ
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૪ કપ રવો
૧/૪ કપ જુવારનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ૧/૨ ટીસ્પૂન તલ
૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ ટેબલસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટેબલસ્પૂન દહીં
૧ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૩૦ સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ૧ સે. મી. જાડાઇના અને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાંખી ને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો. આમ તમે એક સાથે ૬ થી ૭ ઢેબરા તળી શકશો.
  5. તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દીવસની અંદર તેનો ઉપયોગ કરી લેવો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

મેથી-મકાઇના ઢેબરા
5
 on 18 Feb 21 03:21 PM


| Hide Replies
Tarla Dalal    Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved.
Reply
18 Feb 21 03:23 PM
મેથી-મકાઇના ઢેબરા
5
 on 06 Apr 20 03:56 PM