You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > હરા તવા પનીર
હરા તવા પનીર

Tarla Dalal
09 September, 2020
-2862.webp)

Table of Content
આ હરા તવા પનીરની એક ખાસ વાત છે કે જ્યારે તમે તેને બનાવતા હશો ત્યારે જ ધીરે-ધીરે તમને તેની મજેદાર ખુશ્બુનું અહેસાસ થતું રહેશે, કારણકે તેમાં મેળવેલી લીલી ચટણીની સાથે પનીરને મેરીનેટ કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત કોર્નના તીખાશવાળા મિશ્રણનું સ્તર પણ તેમાં છે.
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
17 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
37 Mins
Makes
20 ટુકડા
સામગ્રી
લીલી ચટણી માટે (લગભગ ૭ ટેબલસ્પૂન તૈયાર થશે)
બીજી જરૂરી વસ્તુઓ
વિધિ
આગળની રીત
- પનીરના દરેક ટુકડાના બે અડધા ભાગ પાડીને ૨૫ મી. મી. (૧”) x ૧૨ મી. મી. (૧/૨”)ના ૪૦ ટુકડા તૈયાર કરો.
- હવે એક બાઉલમાં પનીરના ટુકડા સાથે ૫ ટેબલસ્પૂન તૈયાર કરેલી લીલી ચટણીની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મેરીનેટ થવા ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- હવે મિક્સરની જારમાં મકાઇ, સાકર, મીઠું અને બાકી રહેલી ૨ ટેબલસ્પૂન લીલી ચટણીને મિક્સ કરી કરકરી પેસ્ટ તૈયાર કરો.
- આ તૈયાર થયેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં કોથમીર અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ બાજુ પર રાખો.
- ૫હવે એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ૧/૨ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મકાઇનું તૈયાર કરેલું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી સહેજ ઠંડું થવા દો.
- હવે આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તે પછી પનીરનો એક ટુકડો સૂકી સપાટ જગ્યા પર રાખી તેની પર તૈયાર કરેલા મિશ્રણનો એક ભાગ સરખી રીતે મૂકો.
- તે પછી તેની પર પનીરનો બીજો એક ટુકડો મૂકી સેન્ડવીચ બનાવી હળવા હાથે દબાવી લો.
- આ જ પ્રમાણે બચેલી સામગ્રી વડે ૧૯ બીજા સ્ટફડ પનીરના ટુકડા તૈયાર કરી લો.
- હવે એક નૉન-સ્ટીક તવા પર બાકી રહેલું ૧ ૧/૨ ટીસ્પૂન તેલ ગરમ કરી લો. તેની પર પનીરના સ્ટફ કરેલા ટુકડા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
લીલી ચટણી બનાવવા માટે
- દહીં સિવાયની બાકીની બધી વસ્તુઓ મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ બાજુ પર રાખો.