You are here: હોમમા> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર

Tarla Dalal
12 February, 2021


Table of Content
ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.
ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે.
રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી સ્ટાર્ટર તરીકે અથવા મુખ્ય કોર્સના સાથી તરીકે પીરસો.
Tags
Soaking Time
0
Preparation Time
10 Mins
Cooking Time
30 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ચીલી પનીર માટે
1 1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
3 ટેબલસ્પૂન કોર્નફલોર (cornflour)
તેલ ( oil ) , તળવા માટે
મિક્સ કરીને બેટર તૈયાર કરવા માટે
1/4 કપ કોર્નફલોર (cornflour)
1/4 કપ મેંદો (plain flour , maida)
1 ટીસ્પૂન સોયા સૉસ (soy sauce)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 કપ પાણી (water)
ચીલી પનીર માટે અન્ય સામગ્રી
1 1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન ખમણેલું આદુ (grated ginger, adrak)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites) (લીલા અને સફેદ)
1/4 કપ કાંદાના ટુકડા (onion cubes)
1/4 કપ સિમલા મરચાંના ટુકડા (capsicum cubes)
2 ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન સોયા સૉસ (soy sauce)
1/2 ટીસ્પૂન વિનેગર (vinegar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન લાલ ચીલી સૉસ (red chilli sauce)
મિક્સ કરીને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ
2 ટીસ્પૂન કોર્નફલોર (cornflour)
5 ટીસ્પૂન પાણી (water)
સજાવવા માટે
1/4 કપ સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens) (લીલા અને સફેદ)
વિધિ
ચીલી પનીર બનાવવા માટે
- પનીરના ચોરસ ટુકડા અને કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને તેમને સારી રીતે ટૉસ કરી લો.
- ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હલ્કે થી ટૉસ કરી લો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક જ સમયે થોડા ટુકડા તળી લો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય. ટીશ્યુ પેપર પર કાઢીને લો. અને એક બાજુ રાખો.
ચીલી પનીર બનાવવા માટે આગળની રીત
- ચીલી પનીર બનાવવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈ અથવા પૈનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, આદુ અને લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- લીલા કાંદા, કાંદાના ટુકડા, સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- લાલ મરચાંની પેસ્ટ, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંનો સૉસ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે રાંધી લો.
- તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકંડ માટે ઊંચા તાપ પર રાંધી લો.
- ચીલી પનીરને લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)થી ગાર્નિશ કરીને તરત પીરસો.