You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન બર્ગર / ગ્રીલ્સ્ > લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ રેસીપી
લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ રેસીપી

Tarla Dalal
17 November, 2022


Table of Content
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી | આલૂ મટર પનીર ટિક્કી | મટર પનીર કટલેટ | લીલા વટાણા અને ચીઝ કટલેટ | green peas potato and paneer cutlet recipe in Gujarati | with 35 amazing images.
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે.
આ આલૂ મટર પનીર ટિક્કી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.
Tags
Soaking Time
0
Preparation Time
30 Mins
Cooking Time
30 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
60 Mins
Makes
12 કટલેટ
સામગ્રી
લીલા વટાણાના મિશ્રણ માટે
1 1/2 કપ બાફેલા લીલા વટાણા (boiled green peas)
1 1/2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બટાટાના મિશ્રણ માટે
1 1/4 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન તેલ ( oil )
પનીરના મિશ્રણ માટે
1/2 કપ ખમણેલું પનીર (grated paneer)
1/4 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન કોર્નફલોર (cornflour)
મીઠું (salt) , સ્વાદાનુસાર
રાંધવા માટે
1 કપ મેંદો (plain flour , maida) , ૧ ૧/૨ કપ
બ્રેડ ક્રમ્બ્સ (bread crumbs) , કટલેટને રોલ કરવા માટે
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
આગળની રીત
- એક બાઉલમાં વટાણાનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને પનીરનું મિશ્રણ ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૨ સરખાં ભાગ પાડી દરેક ભાગની ૬૭ મી. મી. (૨ ૧/૨”) ની ગોળ કટલેટ તૈયાર કરો.
- આ કટલેટને મેંદા-પાણીના મિશ્રણમાં ડુબાડી લીધા પછી બ્રેડ ક્રમ્બસ્ માં રોલ એવી રીતે કરો કે તેની દરેક બાજુએ બ્રેડ ક્રમ્બસ્ નું આવરણ તૈયાર થઇ જાય.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે ૨ થી ૩ કટલેટ નાંખી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી કરી લો.
- ટમૅટો કૅચપ સાથે તરત જ પીરસો.
પનીરના મિશ્રણ માટે
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
બટાટાના મિશ્રણ માટે
- એક બાઉલમાં બટાટા, લીલા મરચાં, હળદર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટાનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
લીલા વટાણાના મિશ્રણ માટે
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, બેકીંગ સોડા, લીંબુનો રસ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.