You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ > ક્રીમી સૂપ > પનીર અને પાલકનું સૂપ
પનીર અને પાલકનું સૂપ

Tarla Dalal
11 October, 2024


Table of Content
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ પનીરની પટ્ટી , ૧” x ૧/૪” ની લાંબી પટ્ટીમાં કાપેલું
1 કપ સમારેલી પાલક (chopped spinach)
2 ટેબલસ્પૂન પીળી મગની દાળ (yellow moong dal)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન માખણ (butter, makhan)
મીઠું (salt) અને
વિધિ
- એક નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં પનીર મેળવી, તેને હળવેથી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા પનીરનો રંગ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીળી મગની દાળ, પાલક, કાંદા અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યા સુધી રાંધી, ઠંડી થવા બાજુ પર રાખો.
- જ્યારે દાળ સંપૂર્ણ ઠંડી પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.
- આ ગાળેલી પ્યુરીને એ જ પૅનમાં નાંખી તેમાં મીઠું, મરીનું પાવડર અને પનીરના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.