મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  પંચકુટી દાળ

પંચકુટી દાળ

Viewed: 8665 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
पंचकुटी दाल - हिन्दी में पढ़ें (Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses in Hindi)

Table of Content

નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.

Preparation Time

10 Mins

Cooking Time

20 Mins

Total Time

30 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. બધી દાળને ધોઇને એક બાઉલમાં ભેગી કરીને ૧ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. એક પ્રેશર કુકરમાં ૧ કપ પાણી લઇ તેમાં બધી દાળ મેળવી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવી લો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તજ, લસણ, આદૂ, લાલ મરચાં અને કડી પત્તાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  6. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.
  7. તે પછી તેમાં ગરમ મસાલો, કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  8. છેલ્લે તેમાં રાંધેલી દાળ, મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, થોડા-થોડા સમયે વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ