You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગાંઠિયાની સબ્જી
ગાંઠિયાની સબ્જી

Tarla Dalal
17 March, 2025


Table of Content
આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
4 Mins
Total Time
14 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ ગાંઠિયા
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
3/4 કપ દહીં (curd, dahi)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.