You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > શાહી આલૂ
શાહી આલૂ

Tarla Dalal
02 January, 2025


Table of Content
Tags
Preparation Time
15 Mins
Cooking Time
10 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
14 to 16 બાફીને છોલી લીધેલા નાના બટાટા
3 ટેબલસ્પૂન તેલ ( oil )
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
3 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
6 કાજૂ
1 ટેબલસ્પૂન કિસમિસ
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) નો ટુકડો
6 કાળી મરી (black peppercorns (kalimirch)
1 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
12 મિલીમીટર આદુ (ginger, adrak) નો ટુકડો
3 લસણની કળી (garlic cloves) કળી
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ, વચ્ચે એક વખત હલાવીને ટમેટાને ચમચાના પાછળના ભાગ વડે દબાવી કચરીને, રાંધી લો.
- પછી તેમાં દહીં અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં કાજૂ, કીસમીસ, કોથમીર, સાકર, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં બટેટા મેળવી સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.