You are here: હોમમા> બટાકાનું શાક રેસીપી
બટાકાનું શાક રેસીપી

Tarla Dalal
19 May, 2022


Table of Content
બટાકાનું શાક રેસીપી | બટેટાનું સુકુ શાક | બટાકાનું શાક બનાવવાની રીત | aloo ki sukhi sabzi in gujarati | with 15 amazing images.
આ બટાકાનું શાક બનાવવા માટે મુઠ્ઠીભર સામગ્રીની જરૂર છે જે ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જ્યારે તમને તમારી રોટલી અથવા પુરી સાથે પીરસવા માટે કોઈ ઝડપી અને સરળ શાકની જરૂર હોય, ત્યારે આ ઘરેલું બટેટાનું સુકુ શાકથી વધુ સારો વિકલ્પ કોઈ નથી. જો તમારી પાસે બાફેલા બટેટા હાથ પર હોય, તો આ સદા-લોકપ્રિય બટેટાનું સુકુ શાકબનાવવામાં તમને પાંચ મિનિટથી વધુ સમય લાગશે નહીં.
બટાકાનું શાક તૈયાર કરવામાં સરળ છે અને તેને રોજિંદા સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાય છે, પરંતુ આ વાનગી જાદુઈ અને સાર્વત્રિક અપીલ ધરાવે છે. તે બધા ને ભાવસે તેની ખાતરી આપે છે! થોડી ઝીણા સમારેલા કાદાં અને લીંબુનું અથાણું પુરી અથવા રોટલી સાથે બટેટાનું સુકુ શાક ઉત્તમ સાથ આપે છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
3 Mins
Total Time
18 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
બટાકાના શાક માટે
2 કપ બાફેલા બટાટાના ટુકડા (boiled potato cubes)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
3 થી 4 કડી પત્તો (curry leaves)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 1/2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1 ટીસ્પૂન સાકર (sugar)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- બટાકાના શાક બનાવવા માટે બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર 30 સેકન્ડ સુધી સાંતળો.
- બાકીની બધી સામગ્રી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- બટાકાનું શાક ગરમાગરમ પીરસો.