You are here: હોમમા> ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe

Tarla Dalal
02 January, 2025


Table of Content
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati
સ્પ્રાઉટ્સ એ પ્રોટીન, કેલ્શિયમ અને લોહનો સારો સ્રોત છે. લોહ અને ફોલિક એસિડ હિમોગ્લોબિન અને લોહીને બાઘેં છે જે ઓક્સિજન પ્રદાન કરવા માટે જરૂરી છે. આ બધા પોષક તત્વો તમને શારીરિક રીતે ફીટ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
5 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે સામગ્રી
2 કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
2 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
1/2 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
2 ટેબલસ્પૂન છોલે મસાલો
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- ટામેટાં, સંચળ, આમચુર, છોલે મસાલા અને ૧ ચમચી પાણી નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ અને મીઠું મેળવી અને સારી રીતે મિક્સ કરી બીજી મિનિટ માટે મધ્યમ તાપ પર રાંધી લો.
- તેમાં કોથમીર મેળવી બરાબર મિક્સ કરી લો.
- સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય તરત જ પીરસો.