You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાક અને કરી > મસાલાવાળા તુરીયા ની રેસીપી
મસાલાવાળા તુરીયા ની રેસીપી

Tarla Dalal
23 August, 2020


Table of Content
કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય.
તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે તેની આ ખાસિયતો દૂર કરી છે.
તેમાં ટમેટાના પલ્પની સાથે વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે, જેથી આ મસાલાવાળા તુરીયાની ભાજી તમે ઝટપટ અને સરળ રીતે બનાવી શકો અને તમારા ઘરમાં બનતી અન્ય વાનગીઓની સૂચિમાં તેનો ઉમેરો કરી શકો.
બીજા પૌષ્ટિક શાક પણ અજમાવો જેમ કે તાજી મશરૂમની કરી અને પાલક ચણાની દાળ .
મસાલાવાળા તુરીયા ની રેસીપી - Masale Wali Turai, Turai ki Sabzi recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
13 Mins
Total Time
28 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 કપ સ્લાઇસ કરેલા તુરીયા
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન ખમણેલું આદુ (grated ginger, adrak)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 3/4 કપ ટામેટાનું પલ્પ (tomato pulp)
1 1/2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હળદર, આદૂ, લીલા મરચાં અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, મરચાં પાવડર અને આમચૂર પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં તુરીયા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૮ મિનિટ સુધી અથવા તુરીયા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.