You are here: હોમમા> સામા ની ખીચડી રેસીપી
સામા ની ખીચડી રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સામા ની ખીચડી રેસીપી | વ્રત અથવા ઉપવાસ માટે ખીચડી | વ્રત કે ચાવલ કા પુલાવ | સામા નો પુલાવ | sama pulao for vrat or upvas in gujarati | with 24 amazing photos.
ઉપવાસના દિવસો માટે યોગ્ય પૌષ્ટિક ખીચડી, સામા ની ખીચડીમાં ખડા મસાલા અને કોથમીર સરસ સુગંધ અને સ્વાદ જોડે છે. જો કે, જો તમે વ્રત દરમિયાન લવિંગ અને તજ ન ખાતા હો, તો તમે તેનો ઉપયોગ ટાળી શકો છો.
સામા ની ખીચડી ઉપવાસને અનુકૂળ બનાવવા માટે, અમે સિંધવ મીઠુંનો પણ ઉપયોગ કર્યો છે. તેને સેંધા નમક પણ કહેવાય છે, તેનો ઉપયોગ ઉપવાસનું ખાવાનું રાંધવા માટે મીઠાના વિકલ્પ તરીકે થાય છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે રોજના મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
10 Mins
Total Time
25 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
સામા ની ખીચડી માટે
1 કપ સામો
1 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
null None
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 કપ બટાટાના ટુકડા (potato cubes)
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander) , વૈકલ્પિક
1/4 કપ ભૂક્કો કરેલી મગફળી
વિધિ
- સામા ની ખીચડી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં સામાને ૧૦ થી ૧૫ મિનિટ પૂરતા પાણીમાં પલાળી રાખો. નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં જીરું, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
- તેમાં લીલાં મરચાં, બટાટા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પલાળેલો સામો ઉમેરો, હળવા હાથે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેમાં ૨ કપ પાણી અને થોડું મીઠું નાખી, સારી રીતે મિક્સ કરી, ઢાંકણ ઢાંકીને મધ્યમ તાપ પર ૬ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર અને મગફળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- સામા ની ખીચડીને ગરમાગરમ પીરસો.