You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વાનગીઓ | ગુજરાતી ફૂડ રેસીપી | Gujarati recipes in Gujarati | > શક્કરીયાની ખીચડી રેસીપી (વ્રત)
શક્કરીયાની ખીચડી રેસીપી (વ્રત)
Table of Content
ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ હોય. તો, અહીં હાજર છે તમારા માટે શક્કરિયાની ખીચડી જે ઉપવાસમાં બહુ જ આદર્શ વાનગી ગણી શકાય.
આ સાદી પણ સ્વાદિષ્ટ ખીચડીમાં ખમણેલા બટાટા અને શક્કરિયાને દરરોજમાં વપરાતા સ્વાદિષ્ટ મસાલનો વઘાર તૈયાર કરી તેમાં લીલા મરચાં અને લીંબુનો રસ મેળવવામાં આવ્યો છે.
અહીં અમે તેમાં અર્ધ-કચરા મગફળીનો ભુક્કો મેળવ્યો છે જેથી વાનગીમાં ખુશ્બુ આવે છે. આ ખીચડી બનાવતી વખતે બે વાતની ધ્યાન રાખવી જરૂરી છે કે જ્યારે બટાટા અને શક્કરિયા છીણી લીધા પછી તરત જ પાણીમાં મૂકવા જેથી તે કાળા ન થાય.
બીજું, જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને દબાવીને બધુ પાણી કાઢી લેવું અને જ્યારે ખીચડી બનતી હોય ત્યારે તેને સતત હલાવતા રહેવું જેથી બટાટા પૅનમાં ચીટકી ન જાય.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
14 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
34 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3 કપ ખમણેલા શક્કરિયા
1 કપ ખમણેલા બટાટા (grated potatoes)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander) (મરજિયાત)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શક્કરિયા અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા બટાટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- અંતમાં તેમાં લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર, મગફળી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 328 કૅલ |
| પ્રોટીન | 4.8 ગ્રામ |
| કાર્બોહાઇડ્રેટ | 42.7 ગ્રામ |
| ફાઇબર | 5.5 ગ્રામ |
| ચરબી | 16.0 ગ્રામ |
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ |
| સોડિયમ | 16 મિલિગ્રામ |
મીઠું પઓટઅટઓ ખીચડી, સહઅકઅરકઅનડ વરઅટ ખીચડી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો