You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > મગફળીની કઢી, ફરાળી વાનગી
મગફળીની કઢી, ફરાળી વાનગી

Tarla Dalal
02 January, 2025


Table of Content
શેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે.
Tags
Preparation Time
7 Mins
Cooking Time
7 Mins
Total Time
14 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 ટેબલસ્પૂન શેકીને પાવડર કરેલી મગફળી
1 કપ દહીં (curd, dahi)
1 ટેબલસ્પૂન રાજગીરાનો લોટ
1 ટીસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટેબલસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન સાકર (sugar)
સજાવવા માટે
2 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
પીરસવા માટે
લીંબુ (lemon) અથવા
વિધિ
- એક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય.
- આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.