કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | Healthy Kofta Kadhi
તરલા દલાલ દ્વારા
Added to 208 cookbooks
This recipe has been viewed 3506 times
કોફતા કઢી રેસીપી | સ્વસ્થ કોફતા કઢી | ગુજરાતી કઢીમાં ફણગાવેલા મગ ના કોફતા | kofta kadhi in gujarati | with 32 amazing images.
અમે પૌષ્ટિક અને સ્વસ્થ બાફેલા લીલા મૂંગના કોફ્તા ઉમેરીને મૂળ ગુજરાતી કઢીને વળાંક આપ્યો છે અને બાફેલા કોફતા રેસીપીમાંથી તેલની માત્રાને કાપીને અને સાકરને ત્યજીને તેને થોડા તંદુરસ્ત બનાવે છે.
જીરું, રાઇ અને મેથીના દાણાનો વધાર આ તંદુરસ્ત કોફતા કઢી અનિવાર્ય સુગંધ આપે છે જ્યારે ઓછી ચરબીવાળા દહીંનો ઉપયોગ તેને ઓછી કેલરી ફોર્મેટમાં સંપૂર્ણ અધિકૃત રચના આપે છે.
કોફ્તા બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં ૧ ટેબલસ્પૂન પાણી સાથે તમામ સામગ્રીને ભેગી કરો અને સારી રીતે મિક્સ કરો.
- સ્ટીમરની પ્લેટ પર મિશ્રણને ચમચાની મદદથી સમાન અંતરે મૂકો અને તેને સ્ટીમરમાં ૬ થી ૮ મિનિટ સુધી અથવા કોફ્તા મક્કમ ન થાય ત્યાં સુધી બાફી લો. સંપૂર્ણપણે ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
કઢી બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને ૨ કપ પાણી ભેગું કરો અને મિશ્રણ સુંવાળુ અને ગઠ્ઠો રહિત થાય ત્યાં સુધી હ્વિસ્ક વાપરીને સારી રીતે મિક્સ કરો.
- હળદર અને આદુ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ, મેથી અને જીરું ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માડે, ત્યારે હિંગ અને કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
- તાપ ઓછો કરો, દહીં-બેસન મિશ્રણ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
આગળની રીત- પીરસતાં પહેલાં, કાઢીને ફરીથી ગરમ કરો, કોફતા ઉમેરો, હળવેથી મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને કોફતા કઢીને તરત જ ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
કોફતા કઢી રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
November 15, 2012
A truly healthy recipe. All greens and sprouts are combined to make this unusual koftas. A bit long recipe but really worth trying.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe