મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો | Moong Dal Sheera, Quick Moong Dal Sheera
તરલા દલાલ દ્વારા
Added to 281 cookbooks
This recipe has been viewed 10304 times
મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati.
આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરાને રાંધવામાં લાંબો સમય લાગે છે, પરંતુ આ રેસીપીમાં ફક્ત ૨૦ મિનિટમાં જ શીરો બની જાય છે.
મગ ની દાળ નો શીરો બનાવવા માટે વિધિ- મૂંગની દાળને ૨ થી ૩ કલાક પૂરતા હૂંફાળ પાણીમાં પલાળી રાખો અને પછી સારી રીતે ગાળી લો.
- મૂંગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના કરકરુ પેસ્ટ બને ત્યા સુધી મિક્સરમાં પીસી લો.
- મૂંગની દાળની પેસ્ટને મસમલના કાપડમાં મૂકીને દબાવીને વધારાનું પાણી કાઢી નાખો. મલમલનાં કાપડમાંથી મૂંગની દાળની પેસ્ટને પ્લેટમાં કાઢો અને ચમચીની મદદથી તેને ફેલાવી દો. એક બાજુ રાખો.
- એક ચોડાં નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, મૂંગની દાળની પેસ્ટ નાંખો અને મધ્યમ આંચ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તેમાં ૧/૨ કપ પાણી અને દૂધ નાખો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમી આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- સાકર અને બદામ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- કેસર-પાણીનું મિશ્રણ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe