You are here: હોમમા> ધઉંના લોટનો શીરો રેસીપી
ધઉંના લોટનો શીરો રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ધઉંના લોટનો શીરો રેસીપી | ગુજરાતી શીરો | શિયાળામાં બનાતો ઘઉંના લોટનો શીરો | atta ka sheera in gujarati | with 12 amazing images.
ધઉંના લોટનો શીરો રેસીપી એ એક લોકપ્રિય ગુજરાતી મીઠાઈ છે જે સરળ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. વાસ્તવમાં ગુજરાતી શીરોને બનાવવા માટે તમારે માત્ર ઘઉંનો લોટ, ઘી, સાકર, એલચી અને બદામની જરૂર છે. હું ધઉંના લોટનો શીરો રેસીપીને બનાવવા માટે સૌથી સરળ ગુજરાતી મીઠાઈ માનું છું.
ગુજરાતી ધઉંના લોટનો શીરો એક ઝડપી મીઠાઈ છે અને તેને મૂંગ દાળ શીરા અને બદામના શેરાની સરખામણીમાં ઘણી ઓછી મહેનતની જરૂર પડે છે.
જો તમને વધારે મીઠાસ જોયતી હોય, તો તમે વધુ બે ચમચી સાકર ઉમેરી શકો છો. શીરાનો ગઠ્ઠોને ટાળવા માટે આ ગુજરાતી ધઉંના લોટનો શીરોને તરત જ પીરસવાનું યાદ રાખો.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
10 Mins
Total Time
12 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ધઉંના લોટના શીરા માટે
1 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 કપ ઘી (ghee)
3/4 કપ સાકર (sugar)
1 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
સજાવવા માટે
વિધિ
- ધઉંના લોટનો શીરો બનાવવા માટે, નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ઘઉંનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રાઉન રંગનું થાય અને ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
- તેમાં સાકર, એલચીનો પાવડર અને ૩/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર બીજી ૨ થી ૩ મિનિટ સુધી અથવા સાકર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- બદામની કાતરીથી સજાવીને ગરમાગરમ ધઉંના લોટનો શીરો પીરસો.