You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી
ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી

Tarla Dalal
03 May, 2021


Table of Content
ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | with amazing 8 images.
ખજૂર આમલીની ચટણી મીઠી અને ખાટા ચટણીનું મિશ્રણ હોય છે જે લગભગ બધી ચાટની વાનગીઓને સ્પ્રુસ કરે છે. મીઠી ચટણી ખૂબ પ્રખ્યાત ચટણી છે, જેને ચાટ અને ડીપમાં ઉપયોગમાં લેવાય છે
આ ખજુર ઇમલી ચટણી બનાવવી એ ખૂબ સરળ છે! હું મારી માતાને મીઠી ચટણી બનાવતા જોઈને શીખી છું. અમે ખજૂરના બીજ ને કાઢી નાખ્યા છે અને તેને ગોળ, આમલી, હિંગ અને લાલ મરચું પાવડર સાથે જોડીને ૨૦-૨૫ મિનિટ માટે ઉકાળી લો, જો તમે ઈચ્છો તો તમે પ્રેશર કૂકર પણ કરી શકો છો. આગળ, અમે તેને ગાળી લેશું અને ચાટ માટેની અમારી મીઠા ચટણી ઉપયોગ માટે તૈયાર છે.
ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી - Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutney recipe in Gujarati
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
1 કપ માટે (૧૪ ટેબલસ્પૂન)
સામગ્રી
ખજૂર આમલીની ચટણી માટે
1 કપ ખજૂર (dates, khajur) , બી કાઢેલા
2 ટેબલસ્પૂન આમલી (tamarind (imli) , બી કાઢેલી
1/2 કપ ખમણેલો ગોળ (grated jaggery (gur)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
ખજૂર આમલીની ચટણી બનાવવા માટે
- ખજૂર આમલીની ચટણી બનાવવા માટે, ખજૂર અને આમલીને સાફ કરીને ધોઈ લો.
- એક સોસ પૅનમાં ખજૂર, આમલી અને બાકીની સામગ્રી અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ઉકાળો.
- સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં એક સરળ પેસ્ટ કરો અને ગાળણીનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો.
- જરૂર મુજબ ખજૂર આમલીની ચટણીનો ઉપયોગ કરો અથવા રેફ્રિજરેટર સ્ટોર કરો.